સમય

You are currently viewing સમય

સમય સમયની વાત છે,
સમય સમય પર થાય,
સમય ગમે તે થાય, તોય
સમય કોઈનો ન થાય.

સમય આવે સુખ ઉપજે,
સમય આવે દુઃખ જાય,
સમયનું ચક્ર રહે ચાલતું,
સમયે સમયે સૌ થાય.

સમય સમય પર ચાલતો,
સમય઼ ના અવરોધાય,
સમય સમય પર આવતો,
સમય ના ગોથા ખાય.

સમયે સુરજ ઉગતો,
સમયે આથમણે જાય,
સમયસર જે કામ કરે,
સમયે પૂજા થાય.

સમય એકજ શાશ્વત છે,
સમય કાળનો કાળ,
સમયને જે સાચવે “કાચબા”,
સમય તો એનો થાય.

– ૧૬/૧૨/૨૦૨૦

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply