કિનારે બેસી ને છબછબિયાં કરું છું,
જોઉં છું કે ભરતી ક્યારે આવે છે.
ઓળખું છું ફિતરતને એની બરાબર,
ચુપચાપ આવે છે, જ્યારે આવે છે.
ફરિયાદ શું કોઈને કરવાની એની,
ખબર જ છે કે કોના ઈશારે આવે છે.
પથ્થર હજી એણે જોયા નથી લાગતા,
માટી પર શૂરાતન વધારે આવે છે.
માપી લઉં આજે એનું પણ પાણી,
સન્મુખ કયા પ્રકારે આવે છે.
થાકીને હારી ગ્યા, દરિયાઓ સાતેય,
ખબર નથી એ કોની મઝારે આવે છે.
ભરી છે મેં અંજલી, ને કર્યો અભિષેક,
કિધુ છે તેં, તું એની વહારે આવે છે.
ખેંચીને ક્યાં સુધી એ લઈ જાશે “કાચબા”,
સાંભળ્યું છે તરીને કિનારે આવે છે.
– ૨૮/૦૨/૨૦૨૧
અપ્રતિમ સાહસ અને જુસ્સાની અદભુત રજુઆત… આ ઉભો કિનારે, જોઉં છું કે ભરતી ક્યારે આવે છે, વધી વધીને શું કરશે? લાશ તો આખરે કિનારેજ પાછી આવશેને … 👏👏🙏🙏🙏