ચૂપ હતાં તો બધાને ગમતાં,
રમકડું સમજી અમોને રમતાં,
ગરજ અમારી હતી જ્યાં સુધી,
આગળ પાછળ અમારી ભમતાં.
સૌને જેમ ફાવે એમ કરતાં,
શાંતિ સુખ-ચેન અમારાં હરતાં,
પૂછો એમને – કેમ પ્રતાડો,
ન્હોર મારતા, બચકાં ભરતાં.
વિનમ્ર હતાં તે બધાંને નમતાં,
શાંતિ વ્હાલી હતી તે ખમતાં,
ક્યાં સુધી કોઈ સહન કરે પણ,
દરેકની “કાચબા” હોય ને ક્ષમતા.
– ૨૮/૦૩/૨૦૨૨
[જ્યાં સુધી અમે ચૂપચાપ લોકોનાં ખેલ જોયાં કર્યા ત્યાં સુધી બધાને બહુ સારાં લાગ્યાં, પણ જ્યારથી અમારાં હક માટે અમે લડવા માંડ્યા ત્યારથી બધાનાં “અળખામણાં” થઈ ગયાં છીએ…]
જોરદાર
મનુષ્યના સ્વાર્થ માટે ઘણું સંશોધન જરૂરી છે. જેમાંથી કવિએ થોડો પ્રકાશ નાખ્યો છે.
અતિઉત્તમ….
ખુબ જ સુંદર કવિતા, કડવી વાસ્તવિકતા દર્શાવી.