માટી નું ઋણ ચુકવવાનું નહીં?
લીધુ જે, પાછું આપવાનું નહીં?
ચક્કર જે આરંભ્યું પરમાત્માએ,
સંપૂર્ણ એને કરવાનું નહીં?
તારા સુધી જે પહોંચ્યું છે, આગળ,
પહોંચ્યું કે નહીં, એ જોવાનું નહીં?
તું તો વધીને, થઈ ગયો ઘટાદાર,
અંકુર ફુટવા દેવાનું નહીં?
જીવ્યો તું “કાચબા” ખેરાતની જીંદગી,
વ્યાજ સહિત સાટુ વાળવાનું નહીં?
માટી નું ઋણ ચુકવવાનું નહીં?
લીધુ જે, પાછું આપવાનું નહીં?
– ૦૨/૦૩/૨૦૨૧