તું આવે કે ના આવે, બસ,
યાદ આવે તો ચાલશે,
તું આવેને, એ પહેલાં કે,
બાદ આવે તો ચાલશે,
મારાં કાને એકજ તારો,
સાદ આવે તો ચાલશે,
સવારથી લઇને સાંજ સુધી, એ
નાદ આવે તો ચાલશે,
તારા મોઢે મારી કો’,
ફર્યાદ આવે તો ચાલશે,
પેટ ભરીને નહીં જોઈએ,
પરસાદ આવે તો ચાલશે,
બહુ ઝાઝાંની માંગ નથી,
એકાદ આવે તો ચાલશે,
“વાહ વાહ “કાચબા” ગજબ કલમ છે”,
દાદ આવે તો ચાલશે,
– ૦૯/૦૬/૨૦૨૧