અકળામણ

You are currently viewing અકળામણ

સવાલ કરીશ મને હક છે,
ચોખવટ કર હવે તક છે,

સુકાયા તેલ મારા દીવાના,
તારા ઘરે શાની રોનક છે?

મારી પાસે કરાવે ઉપવાસ, ને-
તારી થાળીમાં મોદક છે.

બે હાથ ફેલાવીને ઉભો, પણ-
તારા ઘરની બ્હાર ફાટક છે.

હું તો તને ભૂલતો નથી,
તું એ બાબતે પૃથક છે,

સંબંધ કથની-કરનીને,
તારે સ્નાન-સૂતક છે.

તારે સૌ સરખા”કાચબા”,
એ સૌથી મોટું મિથક છે.

– ૨૨/૦૨/૨૦૨૨

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Ishwar panchal

    અદભુત,
    ગજબનો જોશ, બેહિસાબ આત્મસન્માન.