એક “હા” કહેવા માટે જ આટલું જીવું છું,
તેં પૂછેલું ને “મારા માટે સમય મળશે?”
એક ઉત્કંઠા ના જોરે આટલો દોડું છું,
તેં કીધેલુને “તું સાંભળવા મળશે.”
એક જીવન ખૂટી જાય એટલું રોજ શીખું છું,
તે માંગેલું ને “એક જવાબ મળશે?”
એક ટોપલો લઈને લાંબા ડગલાં ભરું છું,
તેં પૂછેલું ને “સમ્રૃદ્ધિ ક્યારે મળશે?”
રોજ બદલી નાખું છું હું એક કેલેન્ડર,
તેં પૂછેલું ને “મને, તું ક્યારે મળશે?”
એક ઝાડ નીચે બેસું છું પલાઠી વાળીને,
તારે જાણવું’તુ ને “ક્હે, શાંતિ ક્યાં મળશે?”
ચમકતો રાખું છું “કાચબા” ફળી ના પથ્થર ને,
તારું વચન હતું ને કે તું ત્યાં મળશે.
– ૨૦/૧૨/૨૦૨૦