પ્રેમ પ્રસ્તાવ

You are currently viewing પ્રેમ પ્રસ્તાવ

પલકારો કાંઈ દરેક વખતે, ઈશારો નાં હોય,
સપના જેવો કાયમ બધે, નજારો નાં હોય,
મનનાં ભાવ જાણવા હોય તો અડકી લેવું હેતથી,
હૈયું ખોલી જોવા માટે, ઓજારો નાં હોય.

પ્રેમભર્યો હાથ કાયમ, ધુતારો નાં હોય,
નાવડીને હૈયે કોઈ’દી, કિનારો નાં હોય,
પ્રસ્તાવ કાને ધરી દઈને વાટ જોવી હોઠની,
પ્રણયપથ પર બળથી, પગપેસારો નાં હોય.

આપ-લે કરવા હૈયાની કોઈ, બજારો નાં હોય,
અલા, અલી, કોઈનોય એમાં, ઈજારો નાં હોય,
હોઠે હોઠે કહી દેવાય છે વાત હૃદયનાં ભાવની,
પ્રગટ થાય જ્યાં પ્રેમ “કાચબા” દેકારો નાં હોય,

– ૦૨/૧૧/૨૦૨૧

[મનમાં હોય એ કહી દેવાનું હોય, જેવું આવડે એવું. “પ્રેમ પ્રસ્તાવ” મુકવા માટે કોઈ નિશ્ચિત સર્વસામાન્ય અને સાશ્વત પદ્ધતિ નાં હોય, કોઈ પૂર્વનિર્ધારિત પગલાં ભરવાનાં નાં હોય. એ તો બસ અંતરનાં પવિત્ર ભાવથી વ્યક્ત કરી દેવાની હોય…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 2 Comments

  1. Ishwar panchal

    સરસ રચના

  2. મનોજ

    વાહ વાહ વાહ… શું સુંદર પ્રસ્તાવ મુકવા ની રીત બતાવી છે 😀😀👍🏻