સૂકા પટને શું જોઈએ, કે વાદળ,
માવઠું શું ને વર્ષા શું કે ગાગર.
ફંગોળાયો અટવાયો જે ડમરીમાં,
પાંદડું હોય કે ધૂળ હોય કે કાગળ.
પરસેવાને પોરો ખાવા ઓથ જોઈએ,
વડલો શું કે તાડ શું કે ચાદર.
મૃગલાના છે ઝરણાં એ તો તરસે મારે,
ક્ષિતિજ ની એ પાછળ હો કે આગળ.
ભૂખ્યાને એ છેતરે દઈને કાંટા નકરા,
ભાસે નહીં એ બોરડી છે કે બાવળ.
સાપ વિંછી બધે મળે છે જોજે “કાચબા”,
ફરક શું રણમાં આંગણ હોય કે ભાગળ. … સૂકા૦
– ૨૨/૦૩/૨૦૨૨
[જે ભૂમિ વર્ષોથી વેરાન છે, સૂકી છે, એક તણખલું પણ જ્યાં પાંગર્યુ નથી, એવી “ઉજ્જડ” ભૂમિ ને શેની ઝંખના હોય? પાણીના કોઈ સ્રોતની… પછી એ ગમે ત્યાંથી અને ગમે તે રીતે આવે… એને તો પાણી સાથે નિસ્બત…]
અદભુત ,
ખૂબ સરસ શબ્દો માં કુદરતી માહોલ નું વર્ણન.
ખૂબ ખૂબ સરસ 👌👌👌