વસવસો

You are currently viewing વસવસો

યોગ્ય સમયની રાહ જોતા રહી ગયા,
વારે વારે હાથ ધોતા રહી ગયા.

નાની નાની કહીને કેટલી જવા દીધી, એ-
તકને ગણતાં ગણતાં રોતા રહી ગયા.

ચમકાવાને માટે ઘસ્યા કરી હથેળી,
ભાગ્યને નામે ફક્ત લીસોટા રહી ગયા.

પિત્તળ માની ઠોકર મારી સોનાને,
ખિસ્સામાં બસ સિક્કા ખોટા રહી ગયા.

ચુક્યો નહીં સમય પણ ડફણું મારતાં, ને-
ઝીણી આંખ, નિઃસાસા મોટા રહી ગયા.

મદદ જ્યાં થોડી માંગી ત્યાં તો શુભચિંતકો-
નાસી છૂટયા, અને મુખોટા રહી ગયા.

બંધ થઈ ગયા “કાચબા” બહું મોડું થયું,
દરવાજા કોઈ બાકી ન્હોતાં રહી ગયા.

– ૨૩/૦૩/૨૦૨૨

[સમય, સંજોગ, શક્તિ, સાહસ અને શોર્ય, બધું જ હાથમાં હતું ત્યારે કશું જ કર્યુ નહીં અને ફક્ત કંઈક મોટું કરવાની લાલસામાં બેસી રહ્યા. પણ જ્યારે સત્યનું ભાન થયું ત્યારે કંઈ જ વધ્યું નહીં, બસ ખાલી હાથ અને “વસવસો” રહી ગયાં….]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 3 Comments

  1. Ishwar panchal

    જિંદગી માં સમય ના મહત્વ ને અનલૉક કરતી કવિતા.અદભુત……..

  2. Sandip

    Khub saras, samaysar jagrut Thai jaavu..khub saras

  3. Nimesh Sutariya

    Very Deep thought, with simple explanation, Super!!!