તારું નામ લઉં, ને જે
કલમમાંથી નીકળે,
તે પ્રેમ.
તને યાદ કરું, ને જે
ચેહરા પર આવે,
તે પ્રેમ.
ઘરેથી નીકળું, ને જે
તારા મનમાં થાય,
તે પ્રેમ.
પાછો આવું, ને જે
તારી આંખે છલકાય,
તે પ્રેમ.
ડબ્બો ખોલું, ને જે
ચારે કોર ફેલાય,
તે પ્રેમ.
રોટલી તોડું, ને જે
મારા હાથ પર રેલાય,
તે પ્રેમ.
તાવ આવે, ને જે
માથા પર મુકાય,
તે પ્રેમ.
ટાઢ વાય, ને જે
ડિલ પર વિંટળાય,
તે પ્રેમ.
તારું ચિત્ર જોઉં, ને જે
ચલચિત્ર ચાલે,
તે પ્રેમ.
ટહુકો સાંભળાય, ને જે
“કાચબો” ગાય,
તે પ્રેમ.
– ૧૫/૦૨/૨૦૨૧
વાહ..શુદ્ધ અને નિર્મલ પ્રેમની શું પરિભાષા કરી છે….વાહ…