ઉશ્કેરણી

You are currently viewing ઉશ્કેરણી

ઉછળતો આ કંદોરો કાબુમાં રાખો,
કાઢીને ગજરાને બાજુમાં રાખો,
પાલવને ખોસીને રાખો કમરમાં,
કયા મોઢે ક્હો લાજ આંખુંમાં રાખો.

ત્રાંસી નજરથી જોવાનું ના રાખો,
અમારાથી કશુંયે છાનું ના રાખો,
આવીને કહીદો જે દાબ્યું હોય દિલમાં,
છેડવાનું તમને, કોઈ બા’નું ના રાખો.

વારે ને વારે કે’વાનું ન રાખો,
ટોળાંની વચ્ચે રે’વાનું ન રાખો,
નામ હોય “કાચબો” તો સંયમની મારી,
કાયમ, પરિક્ષા લેવાનું ન રાખો.

– ૨૧/૧૦/૨૦૨૧

[તમે તમારી જાતને શું સમજો છો? અરે..તમે અમને શું સમજો છો? પહેલાં તો અમને ઉશ્કેરો છો અને પછી એવી આશા રાખો છો કે અમે કાબુમાં રહીએ. પણ તમે જ કહો આટલી બધી “ઉશ્કેરણી” પછી કોઈ માણસ કઈ રીતે કાબૂમાં રહે?]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 4 Comments

  1. સ્વાતિ શાહ

    વાહ.. વાહ… જબરજસ્ત 👌👌👌

  2. Ishwar panchal

    સરસ રચના.

  3. Kunvariya priyanka

    વાહ

  4. મનોજ

    આહાહા…. તમારા નખરાં કાબુમાં રાખો, પછી અમને કહો કે નજર કાબુમાં રાખો