સપનામાં ક્યાં મુરત જોવાય છે,
ગમતાને મળવા, ગમે ત્યારે અવાય છે,
ઘડીભર પણ મળી જાય જો તું આવીને,
દિવસ આખો ઉત્સવ જેમ ઉજવાય છે.
રાહ તમારી, કાગડોળે જોવાય છે,
દાંત વચ્ચે હોઠ પીસાય છે,
પ્રતીક્ષા નથી થતી પડદો ઉઠવાની,
ચાંદની રાતે, પરસેવે ન઼વાય છે.
મુંજવણ તમારી, દિવસે, સમજાય છે,
ત્રીજું પ્રહર રાતનું અત્યારે જાય છે,
એટલો વિચાર શું કરે “કાચબા”,
અંધારામાં કોણ લજવાય છે?
સપનામાં ક્યાં મુરત જોવાય છે….
– ૨૧/૧૦/૨૦૨૧
[દિવસે તમને શરમ આવે, કોઈ જોઈ જાય એની બીક લાગે એટલે જ તો મુલાકાત રાત્રે ગોઠવી છે. હવે આ શરમ સંકોચ છોડો અને નજીક આવી જાવ, અંધારામાં આટલો બધો “વિચાર કરવાનો નાં હોય“, બેફિકર ઓગળી જવાનું હોય….]
વાહ.. વાહ… ગજબ 👌👌👌👌👌
અદભુત લખાણ સેયલી , કડીબંધ રચના.
વાહ વાહ… પ્રેમનું શું સુંદર સ્વરૂપ રજૂ કર્યું 👌🏻