રસ્તા સુંદર લાગવા લાગ્યા,
ફટફટ ફટફટ ચાલવા લાગ્યા,
દૂર દૂર થોડાં ઝાંઝવા લાગ્યા,
ખળખળ ખળખળ વહેવા લાગ્યા.
રસ્તે લોકો મળવા લાગ્યા,
આવન જાવન કરવા લાગ્યા,
ધક્કો થોડો મારવા લાગ્યા,
રસ્તે મૂકીને ચાલવા લાગ્યા.
આંબા હવે તો પાકવા લાગ્યા,
ડગલાં હવે તો થાકવા લાગ્યા,
કમરમાંથી ઝૂકવા લાગ્યા,
થરથર થરથર કાંપવા લાગ્યા.
ઝાંઝવાના સપનાં તૂટવા લાગ્યા,
છાલા બરાબર દુઃખવા લાગ્યા,
ઢળતી સાંજે થાકી હારી ને,
“કાચબા” પડતું મુકવા લાગ્યા.
– ૨૮/૦૨/૨૦૨૧