તરસ્યું રણ અને પક્ષપાત

You are currently viewing તરસ્યું રણ અને પક્ષપાત

બુંદ બુંદ ને મરુથળ તરસે,
વર્ષા પછીયે ત્યાં ઝાકળ વરસે,
કેવી કરુણા, કરુણાના સાગર,
મરુથળની તૃષ્ણા તું ક્યારે હરશે?…. બુંદ બુંદ ને…

છલી ગયા ત્યાં નદી ને નાળા,
ખુલી ગયા બંધો ના તાળા,
કણસતી આ હરણી સાટુ,
મૃગજળ-વીરડા તું ક્યારે ભરશે?…. બુંદ બુંદ ને…

ત્યાં તું મંદિર મંદિર રહેશે,
ઘડે ઘડા તો ટેસથી પીશે,
તરસ કોને કહેવાય એ જોવા,
આ તરફ તું ક્યારે ફરશે?… બુંદ બુંદ ને…

ધરાયેલા ને તું મિષ્ટાન્ન ઘરશે,
તો પણ તારી આરતી નહિ કરશે,
પથ્થર થયો છે તું એટલેજ “કાચબા”,
રણમાં તને પથ્થર નહીં જડશે…. બુંદ બુંદ ને…

– ૧૮/૦૧/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. કિંજલ

    અદભુત રચના. 👌👌👏