વાયુ વિકાર

You are currently viewing વાયુ વિકાર

હવામાં ઉડાય, આમ વાંધો નહીં,
ઉડી જવાય, જો દોરી બાંધો નહીં.
હવા ભરીને જ, ઊંચે ઉડાય આમ તો,
પડી જવાય, જો કાણું સાંધો નહીં.

હવા ભરાય, જો ભ્રમ ભાંગો નહીં,
ફૂલી જવાય, જો ખીંટે ટાંગો નહીં,
ભારી થઈને ‘હલકાં’ થઈ ગયાનું,
ખિતાબ મળે, ભલેને માંગો નહીં.

હવા તો ફરે, વધારે ફાંકો નહીં,
દશા બગડે, જો એને આંકો નહીં,
તારી ચડતી હોય ત્યારે ચેતીને “કાચબા”,
સીધા સાથે ચાલજે વાંકો નહીં.

– ૧૭/૦૪/૨૦૨૨

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 4 Comments

  1. Vishal Sudan

    Awesome 👍

  2. Pravina sakhiya

    વાહ…સમજવા જેવી રચના…👌👌👌✍️

  3. Ishwar panchal

    મનુષ્ય જો કવિતાના મર્મ ને અને મહાન કવિના વિચારો ને સમજી ને ચાલે તો ઘણી સમસ્યા હલ
    થય જાય.બાકી હવામાં ઊંચે થી નીચે …………..

  4. Tarulata pandya ' ratna '

    લાજવાબ, સુપર. .👌👌👌🙏🙏🙏