નિર્ણયો સમયે, લઈ લેવા પડે છે,
સાચા કે ખોટા, જોઈ લેવા પડે છે,
વાદળો ઘેરાય, ભલેને નજર સામે,
સાહસથી ડગલાં, ભરી લેવા પડે છે,
રસ્તો, પહાડી, પર, ધુમ્મસની ચાદર,
જાણીને જોખમો, ખેડી લેવા પડે છે,
ભૂખ લાગે પાકી, ને થાક હો સફરનો,
ઝેરીલા ફળનેય, ચાખી લેવા પડે છે,
ટકી રહેવા અડીખમ, જીવનનાં સંઘર્ષ માં,
બે ઘડીક, શ્વાસ પણ, રોકી લેવા પડે છે,
સ્વભાવ ને લોહીમાં, વેપાર હોય કે નહીં,
લાભ સામું હાનીને, જોખી લેવા પડે છે,
વિચાર પરિણામનો લાંબો કરો “કાચબા”,
હાથ એક તકથી પણ ધોઈ લેવા પડે છે.
– ૦૬/૦૭/૨૦૨૧