ઓળખતો જ ન હોય, એવો વ્યવહાર ના કર મારી સાથે,
કદી જોયો જ ન હોય,એવો ઉદગાર ન કર મારી સાથે,
ફરીથી જાણે કે, કદી મળવાનો જ નથી જીવનમાં,
એ રીતે અમસ્તી વાતે, તકરાર ના કર મારી સાથે,
બળજબરીથી જાણે કે, કશું વેચવા આવ્યો હોઉં,
વર્તન એવું તોછડું, ધરાર ના કર મારી સાથે,
ઔપચારિકતા અને અવિશ્વાસ ક્યાંથી આવ્યા આપણાં વચ્ચે,
ખોટે ખોટા કોઈ પણ, સંધી કરાર ના કર મારી સાથે,
કકળી ઉઠે છે હૈયું મારું, જ્યારે પણ એ વિચાર કરું,
દલીલો નાસી છૂટવાને, તેજ-તરરાર ના કર મારી સાથે,
થાકી જઈશ મથી મથીને, તો પણ છૂટી શકીશ નહીં,
પ્રયત્નો મારાથી દૂર જવાના, બેકાર ના કર મારી સાથે,
સાંભળી લેજે ધ્યાનથી “કાચબા”, નહીંતર હું ભટકતો જ રહીશ,
ઉછળતાં કુદતાં સગપણના, અંતિમ સંસ્કાર નાં કર મારી સાથે.
ઓળખતો જ ન હોય…
– ૩૦/૦૫/૨૦૨૧