ભાનમાં છું કે ધ્યાનમાં, ખબર નથી,
બંધ આંખોમાં તું,
ખુલ્લી આંખોમાં તું.
વશમાં છું કે બાનમાં, ખબર નથી,
વ્હાલ કરાવે તું,
રોજ સતાવે તું,
ઘેલો છું કે તાનમાં, ખબર નથી,
નાચ નચાવે તું,
ખેલ કરાવે તું,
ખુલ્લો છું કે મ્યાનમાં, “કાચબા”, ખબર નથી,
પોર ચઢાવે તું,
મને હુલાવે તું.
– ૧૫/૦૭/૨૦૨૧