અપરાધો મારા હું ચુપચાપ સાંભળીશ,
બોલવા જેવું હોય તે, બોલીને આવ.
હિસાબ આપણો સરભરો, કરીને વૈ જાજે,
વહી તારી ફરિયાદોની, ઝાલીને આવ.
આવીને પડ્યો છું, ઘૂંટણિયે, દ્વારે,
જીદ છોડ, દરવાજો, ખોલીને આવ.
પોસાય નહીં “કાચબા”, વેપાર તારો ખોટનો,
મિલન અને વિયોગ, લે, તોલીને આવ.
– ૦૩/૦૫/૨૦૨૧