દુઃખના કહો, પ્રકાર કેટલાં?
મનમાં ઉઠે, વિકાર કેટલાં?
ઊંચા બંગલા, મોટર ગાડી,
સપનાં લીધાં, ઉધાર કેટલાં?
આંધળા પાટે દોડી નીકળ્યા,
પડતાં કાને, પોકાર કેટલાં?
સંયમ, સાદગી, સંતોષ, શાંતિ,
નિયમો કર્યા, સ્વીકાર કેટલાં?
મોહિત, અંજીત, ભ્રમિત થયેલાં,
છે માયાના, શિકાર કેટલાં?
બ્હાવરાં થઈને ભેગાં કર્યા,
સિક્કા બધાંય, બેકાર કેટલાં?
નાસી છૂટ્યા સૌ માયાળું,
એકાંત ભાસે ભેંકાર કેટલાં?
બાકી વધ્યાં અંધારા “કાચબા”
અંદર કેટલાં? બહાર કેટલાં?
દુઃખના કહો, પ્રકાર કેટલાં?
મનમાં ઉઠે, વિકાર કેટલાં?….
– ૨૮/૧૦/૨૦૨૧
[મારાં જીવનમાં આટલાં બધાં દુઃખો કેમ છે? મારાં આ દુઃખોનું કારણ શું છે? મેં એવું તે શું કર્યુ છે કે મારે આટલાં બધાં કષ્ટો ભોગવવાં પડે છે? આ કોનાં “હાથનાં કર્યા” છે જે મારા હૈયે વાગે છે?…]
સંયમ ,સાદગી , (સંતોષ) ,સાંતી…..દરેક પંક્તિ
અદભુત. પ્રવાસ થી આવતાજ સીક્સ લગાવી .
ખૂબ સમજવા જેવી કવિતા .
સુંદર
દુઃખના પ્રકારો અને કારણો ખૂબ સુંદર રીતે રજૂ કર્યા 👍🏻