નહિ અવાય તો ચાલશે,
તને બીજું પણ કામ હશે ને?
બહાનું કોઈપણ ચાલશે,
તારું બીજે પણ કામ હશે ને?
… નહિ અવાય તો ચાલશે….
ઇન્દ્રિયો મારી તો માનશે,
થોડાક કાલના શ્વાસ હશે ને?
તું કાલે તો મળવા આવશે,
એને એટલો વિશ્વાસ હશે ને?
… નહિ અવાય તો ચાલશે….
યાદી માં પહેલું જ તારું,
ને છેલ્લું પણ તારું જ હશે ને?
આજે તો છે઼, ને કાલે હૈયું,
મારું તો તારું જ હશે ને?
… નહિ અવાય તો ચાલશે….
મારુ નામ તો “તું” જ,
તારું બીજું પણ નામ હશે ને?
મારા ચોપડે તો તારું જ,
તારું બીજે પણ નામ હશે ને?
… નહિ અવાય તો ચાલશે….
તારા માટે છીએ ઝૂરતા,
તને એટલું તો ધ્યાન હશે ને?
કાયમ તને જ શોધતા,
તને એનું પણ ગુમાન હશે ને?
… નહિ અવાય તો ચાલશે….
ઈચ્છા છે મારી નિર્દોષ,
એનું એકાદ તો પ્રમાણ હશે ને?
જો ના માને તો તુણિવમાં,
તારી એકાદ તો બાણ હશે ને?
… નહિ અવાય તો ચાલશે….
અગ્નિ છે સાક્ષાત “કાચબા”,
તું જ મારો નાથ હશે ને?
જો તું ના આવ્યો આગળ,
તો બીજો જ હાથ હશે ને?
… નહિ અવાય તો ચાલશે….
– ૧૯/૧૨/૨૦૨૦