તાપણું કરવા બેઠા’તા, ને હોળી થઈ ગઈ,
ચૂંદડી લઈને નીકળ્યા’તા, તે ધોળી થઇ ગઈ.
વાંકા ચુંકા લીધા ટાંકા, ખો઼લ ર઼હી ગઈ,
ઝભલું કરવા બેઠા’તા, તે ઝોળી થઇ ગઈ.
કાળા ભૂરા રંગ ચોપડ્યા, ધાર વહી ગઈ,
શ્રીંગાર કરવા નીકળ્યા’તા, ને બોળી થઇ ગઈ.
ફરતાં રહ્યા, ઠીકરી ચૂલે બળતી રહી ગઈ,
લાપસી કરવા નીકળ્યા’તા, તે થૂલી થઇ ગઈ.
ગંભીર હતી સમસ્યા, વળી સળગતી થઈ ગઈ,
વિચાર કરતા બેઠા’તા, ને ઝપકી થઈ ગઈ.
ધાર્યું નો’તું, મોંઘી પડશે, ઠઠ્ઠા-મસ્તી,
પરિણામ જોઈને આંખો “કાચબા”,પહોળી થઇ ગઈ.
– ૧૮/૧૨/૨૦૨૦