લલાટે ઓજસ્વી તેજ,
સૂર્ય સમાન આભામંડળ,
અંતરમાં અનંત ઉંડાણ,
ભૂજાઓ માં અપાર બળ.
ભૂતકાળમાં ચંચળતા,
પણ નદીઓ જેવી શીતળતા,
વાતવાતમાં ઉછળતા,
પણ બાળક જેવી નિર્મળતા.
સમયની હવે પોકાર છે,
રઘુવર ને દરકાર છે,
મચ્યો હાહાકાર છે,
સમ્માન પેલે પાર છે.
યાદ કર, તને શૂરાપાન છે,
તું અતિ મહા બળવાન છે,
તારી અંદર સો તોફાન છે,
તને શક્તિ નું વરદાન છે.
ઉઠાવ તારી ભૂજાઓને,
લલકાર તારી ગદાઓને,
શાંત થયેલો તું સમંદર,
ગજાવ ચારે દિશાઓને.
બહાર નીકળી એ ગર્ભમાંથી,
ઉછળ ઉંચે ભૂગર્ભમાંથી,
“કાચબો” તને કરે પોકાર,
નિકળ નાદાની ના ગર્તમાંથી.
– ૦૨/૦૩/૨૦૨૧