કહેતો હોય તો આવી જઉં,
કહેતો હોય તો ચાલી જઉં,
હું તો દરિયો, મોજાં મારા,
કહેતો હોય તો ભીંજવી દઉં.
તું આવે તો ઉછળી જઉં,
ના આવે તો બેસી જઉં,
સરિતા થઈને મળવા આવે,
દરિયા જેમ, તો, પલળી જઉં.
તરવા પડે તો તારી દઉં,
હોડકું લાવ, તો વાળી દઉં,
બેસ પીઠ પર “કાચબા”ની,
તો દરિયો પાર કરાવી દઉં.
– ૨૬/૦૪/૨૦૨૧