મને તારો જ ગણ

You are currently viewing મને તારો જ ગણ

યોગ્ય જો લાગે તો કે઼ મને,
જોઈએ તો વિશ્વાસમાં લે મને.

પડતું હું બધું જ મૂકી દઈશ,
તારી તો દરકાર છે મને,

બીક બહું લાગે ધડાકાની,
અંધારે નહીં રાખજે મને.

આવીને બેસ મારી સામે તો,
અંતરમાં હાશ થોડી રે઼ મને,

સંબંધમાં તું માંગે સાથ તો-
ઉજાગરો પણ ચાલશે મને,

એકલા નહીં ઊંચકાય એ ભાર,
થોડો ઉતારીને દે મને,

સંકોચ કેમ કર્યો તેં “કાચબા”,
સમજાયું નહીં હજી એ મને? … યોગ્ય૦

– ૧૫/૦૨/૨૦૨૨

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has 2 Comments

  1. Ishwar panchal

    ખુબ સરસ રચના.

  2. Kunvariya priyanka

    વાહ