આશ્ચર્યચકિત

You are currently viewing આશ્ચર્યચકિત

મળે છે ઘણીવાર, વણમાંગ્યે સુખડાં,
ઘણીવાર દુઃખડાંય, માંગ્યે નથ મળતાં,

બેઠાં કિનારે, મળી જાય મોતી,
ઘણીવાર પથરાંય, ડૂબ્યે નથ મળતાં,

મળી જાયે વીરડાંઓ, ધગધગતા રણમાં,
ઘણીવાર કુવાઓ, શેઢે નથ મળતાં,

ઊંચા મકાનોની, મેડીએ ટહૂકા,
ઘણીવાર કાગાઓ, વગડે નથ મળતાં,

મળી આવે મંદિરિયે, માટીનાં ઢીંગલા,
ઘણીવાર ખૂંદનારા, ખોળે નથ મળતાં,

કેડી પડે જ્યાં, પડી જાય પગલાં,
ઘણીવાર સરનામા, પૂછ્યે નથ મળતાં,

થઈ જાયે ભણકારા, આગળથી “કાચબા”
ઘણીવાર કારણો, ગોત્યે નથ મળતાં.

– ૦૧/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. મનોજ

    સાચે જ જીવનમાં ઘણાને વગર માગ્યે ઘણું બધું મળી જાય છે અને ઘણાં આખી જીંદગી ઢસરડા કરે તો પણ ખપ પૂરતું મેળવી નથી શકતાં …