કેમ કરી આવે?

You are currently viewing કેમ કરી આવે?

દીવો ઠારવાથી ના’વે,
પડદો પાડવાથી ના’વે,

ચરણ ચાંપવાથી ના’વે,
તેલ નાંખવાથી ના’વે,

ફળીયું ચાલવાથી ના’વે,
લમણું ઝાલવાથી ના’વે,

તારા ગણવાથી ના’વે,
મેડી ચણવાથી ના’વે,

હવા કરવાથી ના’વે,
ગજવાં ભરવાથી ના’વે,

ઝુલા ઝૂલવાથી ના’વે,
દરદ ભુલવાથી ના’વે,

દાદર ચડવાથી ના’વે,
ઊંધા પડવાથી ના’વે,

ઉંઘ મીંચવાથી ના’વે, “કાચબા”,
એનાં હૈયે માથું ઢાળવાથી આવે.

– ૦૩/૦૬/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply