(પરિ)વર્તન

You are currently viewing (પરિ)વર્તન

ભરતી ઓટ મિજાજમાં પણ આવે,
એકાંતમાં કે સમાજમાં પણ આવે,
ઉછાળો નજર અંદરનાં મંથનનો,
ચહેરા પછી અવાજમાં પણ આવે.

ગુસ્સો નજીવા તાણમાં પણ આવે,
વધતાં-ઓછા પ્રમાણમાં પણ આવે,
હાવી થવા ના દઈએ મધદરિયે, તો –
કિનારે હેમખેમ તોફાનમાં પણ આવે.

શક્ય છે કે ગુમાનમાં પણ આવે,
કોઈને તમસ દાનમાં પણ આવે,
પ્રયત્ન કરીએ એનો વ્યવહાર સમજવાનો,
માણસ “કાચબા” શૈતાનમાં પણ આવે.

– ૦૪/૦૧/૨૦૨૨

[ઘણીવાર માણસ એનાં મૂળ સ્વભાવ કરતાં એકદમ અલગ વર્તન કરવા લાગી જાય એવું બને. ત્યારે એકાએક એના પર ગુસ્સો પણ આવી જાય અને સાથે અચરજ પણ થઈ આવે કે એનાં વર્તનમાં અચાનક “પરિવર્તન” કેમ આવી ગયું હશે?…]

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Ishwar panchal

    ખુબ સરસ ભાવસભર કવિતા.