એનાં મનમાં શું છે મેં ધારી લીધેલું,
દડદડતુ આંસુ એણે વાળી લીધેલું.
હસતાં મોઢે ના કહેવા આવે એ પહેલાં,
કાંડા પર ચાઠું એણે પાડી લીધેલું.
માથું નીચું રાખીને સાંભળતા રહેતા,
કહેવા જેવું તો દાંતે ચાવી લીધેલું.
આંખો એણે છેક સુધી કોરી રાખીને,
મકક્મ રહી લીધેલું પ્રણ પાળી લીધેલું.
સ્મૃતિઓનાં અસ્થિ પણ પધરાવી દીધાં,
મન તો એણે પહેલેથી મારી લીધેલું.
કોરી પોથી લાવી સામે મુકી દીધી,
કહેવાનું પાનું એણે ફાડી લીધેલું.
લાખ જતન કરતા પણ છુંદણું ઢંકાયું નહીં,
પાલવ નીચે નામ હતું, ભાળી લીધેલું.
– ૧૮/૦૭/૨૦૨૩
[ના તો હાથ ઉપડતો હોય છે ના જીભ ઉપડતી હોય છે; સીધાં, સાદા, અને સરળ લાગતાં “આવજો” ઘણીવાર બહું અઘરાં પડતાં હોય છે….]
વાહ…વાહ…કાચબાભાઈ…
શું પ્રતિભાવ આપવો…શબ્દો ટૂંકા પડે મારા ભાઈ..
નિ:શબ્દ…..
👌👌👌👌👌👌👌👌
બીજીવાર વાંચી તો’ય એટલી ગમી કે પ્રતિભાવ આપતા ન રોકી શકી…
વાહ….જોરદાર…ખૂબ ખૂબ સરસ..
👌👌👌👌✍️
વાહ ખૂબ સરસ
ખૂબ ખૂબ ખૂબ જ સરસ ગઝલ મિત્ર હૃદયપૂર્વકના અભિનંદન
Superb
Very Nice ✍️
વાહ…કાચબાભાઈ…ખૂબ જ લાગણીભીનું લખાણ..👌✍️
સરસ
બહુ સરસ 🌹 સુપ્રભાત
Wah… Khub j saras
ખૂબ જ સરસ 👌👌👍