તને કોઈ જોતું નથી, એ તારો વ્હેમ છે,
પડદા પાછળ કશું નથી, એ તારો વ્હેમ છે.
તું ધારે એ કરે વિના કોઈ રોક-ટોક, પણ-
માથે કોઈ બેઠું નથી, એ તારો વ્હેમ છે.
જી-હજુરી કરે જોઈને શક્તિશાળી, પણ-
નબળાનું કોઈ સગુ નથી, એ તારો વ્હેમ છે.
તરાપ મારી જે આવે એ લઇ લેવામાં-
તારું કશું જ જતું નથી, એ તારો વ્હેમ છે.
તારી સામે કોઈ કશું બોલતું નથી, તો-
એને કોઈ કહેતું નથી, એ તારો વ્હેમ છે.
દેખાતો એ નથી એ તારી ઉપેક્ષા છે, બાકી-
ઈશ્વર જેવું હોતું નથી, એ તારો વ્હેમ છે.
“કાચબા” કશું હજી તને જો થયું નથી તો,
એનાથી કશું થતું નથી, એ તારો વ્હેમ છે.
– ૦૫/૦૫/૨૦૨૨
[હું ગમે તે કરું, મને કોઈ જોનાર નથી, મને કોઈ પકડનાર નથી, એવું કોઈ નથી જે મારી શક્તિઓને પડકારી શકે અને મારી સામે ઉભો પણ રહી શકે. જે કોઈ આ વાત ને સત્ય મને છે એ મોટી “ગફલત” કરે છે. સમય સૌનો આવે છે અને સૌનો ફરે પણ છે….]
ખુબ સરસ.
ખૂબ સુંદર રચના
વાહહ…. ખુબ સરસ રચના 👌👌👌
ખૂબ ખૂબ સરસ રચના
Khub saras
આપની કવિતા અમારી આંખોને ફક્ત વાંચવી પડશે એ તમારો વ્હેમ છે, પણ અમને રોજ આવી પંક્તિઓ તમારા સ્વરે સાંભળવા મળે એ જ ખુદાનો અમારા પર રહેમ છે.🙌🙌🙌