છાતી પર માથું મૂકી તો દીધું છે,
થોડી ઘણી, પ્રેમભરી, વાતો પણ કરી લે.
સુગંધ તો મનમોહક પ્રસરી જ ગઈ છે,
તક જોઈને, બંધ હવે, આંખો પણ કરી લે.
મૌન તો હું તારું સાંભળી જ લઉં છું,
ધડકનો પર ગીત મને, ગાતો પણ કરી લે.
હાથ તારો મુકીને હળવેકથી દિલ પર,
મહેંદીનો રંગ હવે રાતો પણ કરી લે.
બાળી તો લીધું જ છે હૈયું વિરહમાં,
આવીને અજવાળી, રાતો પણ કરી લે.
વિશ્વાસ જો “કાચબા”, બેસી ગયો હોય,
તો રાતરાત ભર, મુલાકાતો પણ કરી લે.
– ૦૨/૦૩/૨૦૨૧