તારી બાજુનો વાયરો, ફૂલો સુંઘવા દેતો નથી,
કાલે મળવાનો વાયદો, આજે ઉંઘવા દેતો નથી.
મારો શું જવાબ હશે, ને તને શું સવાલ હશે?
તારી બે બાંહો નો દાયરો, આજે ઉંઘવા દેતો નથી.
થોડા હોંકારા હું કરીશ, થોડા પડકારા તું કરશે,
પ્રેમરસનો એ ડાયરો, આજે ઉંઘવા દેતો નથી.
તું દિલ તારું વાંચશે, ને ગઝલો હું મારી કહીશ,
આપણો આ મુશાયરો, આજે ઉંઘવા દેતો નથી.
નામ મારું પડે ને સ્મિત, ચહેરા પર તમારા આવે,
વણલખ્યો એ કાયદો, આજે ઉંઘવા દેતો નથી.
હસતાં હસતાં વઢી લો છો, ને વઢતા વઢતા હસી લો છો,
મિજાજ તમારો અલાયદો, આજે ઉંઘવા દેતો નથી.
હાથ હશે જ્યારે હાથમાં, હસીશું વાત વાત માં,
વર્ષોની પ્રતિક્ષાનો ફાયદો, “કાચબા” ઉંઘવા દેતો નથી.
– ૦૫/૦૩/૨૦૨૧