બેધ્યાનપણાના પડદા પાછળ ઉછરીને પ્રભાવી થયો,
એક વિચાર ફરીથી આજે મારા મન પર હાવી થયો.
ચિરશાંતિમાં પોઢ્યો હતો ગુમનામી ની ચાદરમાં,
અજંપાના પિટારાને ખોલવાની ચાવી થયો, એક વિચાર…
રમવા દીધો નિરંકુશ જેને અબોધ બાળક સમજીને,
વિકરાળએ ચિંતાસૂર નામે રાક્ષસ એક માયાવી થયો, એક વિચાર…
વિસાત એની કંઈ નહોતી “કાચબા”, તણખાનો બસ અણું સમજ,
દાવાનળ એ બાળી ખાતો મારાં મનમાં આવી થયો, એક વિચાર…
– ૦૯/૦૩/૨૦૨૧