સંવાદે સંયમ

You are currently viewing સંવાદે સંયમ

ઓછું બોલ,
પણ, મીઠું બોલ,

મીઠું કદી,
અસત્ય ના બોલ,

સત્ય બોલ,
ના કડવું બોલ,

બોલે તો, ના,
મોટેથી બોલ,

મોટેથી બોલ,
તો પ્રશંસા બોલ,

પ્રશંસા કોઈની,
ખોટી ના બોલ,

ખરું બોલ,
તો નિર્ભિક બોલ,

ભયમાં કોઈનું,
નામ ના બોલ,

નામ બોલ,
તો તારું બોલ,

બીજાનો ભેદ,
કદી ના બોલ,

જ્યારે બોલ,
જરુર પૂરતું બોલ,

નહીંતર “કાચબા”,
કશું ન બોલ.

ઓછું બોલ..
મીઠું બોલ…
નહીંતર “કાચબા”…
કશું ન બોલ.

– ૨૩/૦૫/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply

This Post Has One Comment

  1. Chaitali Patel

    ખરેખર માણસે ક્યાં, કેવુ, કેટલું, કોને, કેવી રીતે બોલવું એ તો શીખવું જ જોઈએ. ને એ ના આવડે તો ચૂપ રહેતા તો શીખવું જ જોઈએ!
    ખુબ જ સુંદર 👌