તારા જો મારા કીધે ખરવા લાગે,
તો રાત રોજ કાળી પડવા લાગે,
ચૂંદડી જે માથે ઓઢી છે ઘરાએ,
કાંણી થઈ સુની પડવા લાગે,
લિસોટાં એટલાં પડે ગગનમાં,
ભયાવહ ભાત પડવા લાગે,
ચમકારો થાય ઘડી-બે-ઘડી,
ધડાધડ રાખ પડવા લાગે,
વિનાશનો વ્યાપ એટલો વધે,
ક્ષિતિજો ઓછી પડવા લાગે,
મને તો મજા પડે પણ, ચાંદો-
સૂરજ એકલાં પડવા લાગે,
થોડામાં મન ભરાય નહીં મારું,
આકાશ ખાલી પડવા લાગે,
ઈચ્છાઓ પૂરી ના થાય “કાચબા”,
ને તારા ઓછાં પડવા લાગે. … તારા જો મારા કીધે૦
– ૧૪/૦૯/૨૦૨૧
[સાંભળ્યું છે કે ખરતાં તારાને જોઈને મનમાં જે ઈચ્છા કરો એ પૂરી થાય. પણ, આમ જો માણસની એક એક ઈચ્છા માટે,એક એક તારો ખરવા માંડે તો?…. કદાચ આ અનંત બ્રહ્માંડના તારાં ખૂટી જાય પણ માણસની ઈચ્છાઓ, ખૂટે નહીં…]
ખૂબ ખૂબ સરસ રચના 👌👌👌
અદભુત અભિવ્યક્તિ 👌👌👌👌👌
હા ઇચ્છાઓનો ક્યા અંત આવે છે એક પૂરી થાય નહી ત્યાં બીજી ઉદભવે છે ને પણ મન પણ ક્યાં ભરાય છે.
વાહ ખુબ જ સુંદર ગઝલ 👌👌👌👍👍
બાપ રે!! વિષય તો ક્યાંથી લાવો ખબર નઈ પડે🙆🙆🙆
“વિનાશનો વ્યાપ એટલો વધે
કે ક્ષિતિજો ઓછી પડવા લાગે” 👏👏👏👏
અફલાતૂન રચના
બાપ રે!!🙆🙆🙆
“વિનાશનો વ્યાપ એટલો વધે
કે ક્ષિતિજો ઓછી પડવા લાગે” 👏👏👏👏
જબ્બર રચના…
એકદમ સાચી વાત… આમપણ ઈચ્છાઓ તો અનંત જ રહેવાની…👍👍
ખૂબ ખૂબ સુંદર અભિવ્યક્તિ
✍️✍️👌👌👌👌👌👍👍🌱
વાહ..કવિની કલ્પના,જ્યાં રવી ના પહોંચે ત્યાં (કવિ)
પહોંચે.બાકી મનુષ્ય ની મહત્વાકાંક્ષા તો……
Mast amitbhai
Darek rachana jivan ne anurup hoi che
વાહ, શું વાત કરી છે કાચબાભાઈ, આકાશના તારાં ઓછા પડી જાય પણ માણસની ઈચ્છાઓ પુરી નહીં થાય…👌👌👏👏👏👍