અનંત બિંદુ

You are currently viewing અનંત બિંદુ

ઝાંખો પાડું, ઘડીક વારમાં, સુર્યદેવને,
ડિબાંગ કાળો, હું, વરસાદી, વાદળ છું,

સંતાડવાની શું કામ મારે, જરૂર કોઈને,
ચાંદની ઝીલું, થાળનો કોરો, કાગળ છું.

વાત આવે જો લઇ લેવાની, સ્વર્ગ, ભલેને,
શત્રુના પણ, પડછાયાની પાછળ છું,

જુસ્સો ભરવા, હારી ગયેલાં મનોબળોમાં,
શંખ ફૂંકતા, મનમોહનની, આગળ છું.

વ્યથિત બનીને, સ્ખલિત થયેલા, પસ્તાવાની,
અશ્રુભીની આંખોનું, ગંગાજળ છું,

ઝેર કટોરા, પીને મનમાં, ધોમ ઉકળતા,
આવેગોને, બાંધેલો, ગંગાધર છું.

ગુરુજનોને, નતમસ્તક થઇ, વંદન કરતાં,
વચનની આગળ, અટલ રહ્યો, વિંધ્યાચળ છું.

તૃષ્ણા “કાચબા” મધમાખીની, સંતુષ્ટ કરવા,
પરાગરજની, માથે બેઠું, ઝાકળ છું.

– ૦૨/૦૪/૨૦૨૧

આ કવિતાને મિત્રો સાથે શેર કરો

Leave a Reply