બહાનું કોઈ પણ ચાલશે નહીં,
કહેતો નહીં કે આવશે નહીં,
બીજે ભલેને છટકી શકતો,
મારી આગળ ફાવશે નહીં,
કામ કોઈ પણ રાખતો નહીં,
મને શરમમાં નાંખતો નહીં,
તારા ઘેર પણ પણ હું નહિ આવું,
ચેતવણી એ ભૂલતો નહીં,
ઔપચારિકતા રહેશે નહીં,
ભેટ-સોગાદ, પણ, મળશે નહીં,
મારાં જેટલાં “કાચબા” બીજે,
માન-પાન પણ મળશે નહીં.
– ૨૭/૧૦/૨૦૨૧
[કાન ખોલીને સાંભળી લેજે, એકવાર તને કીધું એટલે તારે આવવાનું જ છે. તારી કોઈ જ વાત હું સાંભળવાનો નથી. જો મારાં “નિમંત્રણ” નું માન નથી રાખ્યું તો તારી વાત તું જ જાણે…જોઈ લેજે…]
ખૂબ સરસ રચના.
👌👌👌
આવું આમંત્રણ હોય તો તો આવવું જ પડશે 😀😀👍🏻