ઠોઠ

You are currently viewing ઠોઠ

શબ્દોની જાળ ગુંથતા, આવડતું નથી મને,
ફેરવીને વાત પુછતા, આવડતું નથી મને.

કહી દઈશ સીધે સીધું, જે કંઈ પણ કહેવાનું છે,
મનમાં મોટેથી ચીસતા, આવડતું નથી મને.

લાવી આપીશ  જેટલું, હશે સામર્થ્ય મારામાં,
તારા આકાશના તોડતા, આવડતું નથી મને.

લખી દઈશ નામ તારું, આપણા ઘરના તોરણે,
તીર રેતી પર દોરતા, આવડતું નથી મને.

તું સુંદર છે તો સીધું જ, તારા નામથી કહીશ,
ચાંદ નું નામ ચોરતા, આવડતું નથી મને.

વિશ્વાસ છે પૂરતો મારા શબ્દો માં “કાચબા”,
બહાનું કાઢીને રોકતા, આવડતું નથી મને.

પુછવાનું એટલું જ છે, ગમું તમને કે નહીં,
હોંઠોને આમ પીસતા, આવડતું નથી મને.

– ૨૫/૧૨/૨૦૨૦

આ કવિતા ને મિત્રો સાથે શેર કરો
0 0 votes
રેટિંગ
guest
0 પ્રતિભાવો
Inline Feedbacks
View all comments