તું ક્યારથી ભૂલો પડવા લાગ્યો,
નાની નાની ભૂલો કરવા લાગ્યો.
ફરવા નીકળ્યો વસંત પહેલા,
બગીચો ખાલી કરવા લાગ્યો.
ક્યારીઓ પીળી પડીને રડતી,
ડાળીઓ રંગીન કરવા લાગ્યો.
લીંબોળાં ઝૂલ્યાં લીંબડા ડાળે,
રસ્તાં ખાલી કરવા લાગ્યો.
માછલાં નદી તળાવ ટળવળતાં,
વાદળાં ભારી કરવાં લાગ્યો.
પરસેવે નાહીને ચોખ્ખા થઇ ગયાં,
પાદરે કીચડ કરવાં લાગ્યો.
વર્ષા આવીને ક્યારની જતી રહી,
તણખલાં ભીના કરવા લાગ્યો.
“કાચબા” કટાણે લટારે નીકળ્યો,
સમતુલન ખરાબ કરવા લાગ્યો.
– ૨૦/૦૩/૨૦૨૧