શું કહું, હતો કેટલો, કાચો, સમજવામાં,
સમસ્યા કેટલી નડી, એટલું સમજવામાં,
એક દીવાને જોયો, તો સમજ પડી,
ફરક શું પડે છે, બળવા અને પ્રગટવામાં,
બાપની ખરી જગ્યા મને સૂર્યએ સમજાવી,
ફરક કેટલો છે, તાપ અને તડકામાં,
ચૂલો ઠર્યો ત્યારે ભાન થયું સાચું, કે,
ફરક કેમ કરવો, ઉભરા અને ઉમળકામાં,
ઘરનું સરનામું ભુલ્યો ત્યારે જાણ્યું, ખરેખર
ફરક કેટલો પડે, ભમવા અને ભટકવામાં,
તું એક પળમાં આવીને, ઓઝલ થઇ ગયો નજરથી,
ફરક ત્યારે જાણ્યો જોવા અને નિરખવામાં,
એક લહેર બતાવતી લઇ ગઈ એની સાથે,
ફરક શું હશે, તરવા અને નીતરવામાં,
“કાચબો” ઉત્ર્યો ખારા દરિયે તો જાણ્યું,
ફરક કેટલો છે દર્દનો, ઘા અને ઘસરકામાં.
– ૦૯/૦૮/૨૦૨૧
બની નાસમજ હું જગને જાણવા બેઠો,
પડી ખબર કે નાસમજ બની કેટલી ભુલ કરી,
અજાણ્યાએ આપ્યો સાથ – સહકાર હંમેશા,
પીઠ પાછળ દીધો દગો જાણીતાએ હંમેશા,
કાચબો કહે બધું અહીં જ ભોગવવાનું છે,
કાલ કોણે દીઠી છે આજ સારું કર્મ કરીલે..
વાહ અદભૂત ખૂબ જ સુંદર રચના
👌👌👌👌👌👍👍
કલમ તમારી ઊંડે ઉતરે છે લખવામાં,
અમને પણ ઉતારે છે સમજવામાં,