નિશાન તો ક્યારનુંયે તાકીને રાખ્યું છે,
તીર કમાનેથી છૂટે તો ને…
ભાથું તો ક્યારનુયે બાંધીને રાખ્યું છે,
ગાંઠ એની પોટલીની છૂટે તો ને…
અંતર ગંતવ્યનું માપીને રાખ્યું છે,
મોહ ઘરનાં ખાટલાનો છૂટે તો ને…
મેદાન, કાંટા કાંકરા, વાળીને રાખ્યું છે,
વાડો ઘરકુકડાથી છૂટે તો ને…
રણશિંગુ સમરાંગણ ફૂંકીને રાખ્યું છે,
ટેવ બણગા ફૂંકવાની છૂટે તો ને…
નામ શ્રી નું તકતી પર, ત્રોફવીને રાખ્યું છે,
મેલ થોડો હાથમાંથી છૂટે તો ને…
લક્ષ્ય “કાચબા” અંતર માં છાપીને રાખ્યું છે,
પ્રસ્વેદ જરા માથેથી છૂટે તો ને…
– ૨૯/૦૪/૨૦૨૧