સારી સમસ્યાનું મૂળ અપેક્ષા છે,
અસંતોષ નું કુળ અપેક્ષા છે.
સેવા કરે, જો પાવન ચરણોની,
મળી જાય ધૂળ અપેક્ષા છે.
ટાંગી દીધા છે કડે હિંચકા,
ફરે વર્તુળ અપેક્ષા છે.
ઉગાડયા કાંટા બગીચે, નિકળે
શૂળ થી શૂળ અપેક્ષા છે.
ફૂંક મારે સંબંધોને જોરથી,
ઉડી જાય ધૂળ અપેક્ષા છે.
લાગણીને બદલે પણ મળી જાય કૂકા,
એટલી સ્થૂળ અપેક્ષા છે.
બને “કાચબા” નજર મારી,
તને અનુકુળ અપેક્ષા છે.
જરૂર લાગે, મને બદલાવ,
કરું ધરમૂળ અપેક્ષા છે.
– ૨૦/૧૨/૨૦૨૦