દુઃખી હશે કેટલી? વાદળી શિયાળે રડી,
કમનસીબી એવી કે રાત, સવારે઼ પડી.
સોજો હજી તો આંખેથી ઉતર્યો પણ ન’હોતો,
શું હશે? કે જરૂરત એને, ફુવારે઼ પડી.
શરુ થઇ’તી, તૈયારી, પુષ્પો ખીલવવાની,
ત્યાં તો નવી આફત, આવીને, પનારે પડી.
નીકળવાનું હતું એને તો લાંબી સફર પર,
કોણ જાણે કઈ મુસીબત, કિનારે નડી.
કસૂર તેં કશુંક કર્યું હશે “કાચબા” એનું,
તોજ બિચારી, કટાણે, આ પ્રકારે રડી.
– ૧૧/૧૨/૨૦૨૦