ફુલને બસ ખીલવાનું ને ખરી જવાનું,
માટી થઈને માટીમાં જઈ ભળી જવાનું,
કોઈને ભાગે આવે પથરા મંદિરોનાં,
પાપીઓનાં પાપ ધોવા ચઢી જવાનું.
કચરઈ જાય કોઈ, કોઈ પથરા નીચે,
ધૂપ થઈને સુગંધ દેતાં બળી જવાનું,
તોડે કોઈ પાંખડી-પાંખડી નિર્મમ થઈને,
હસતાં મોઢે ચાદર થઈને ઢળી જવાનું.
ખીલવાનું ને ખરવાનું છે એનાં હાથમાં,
“કાચબા” બનતું કામ કરીને ફળી જવાનું.
– ૧૪/૦૩/૨૦૨૨
[ખીલ્યાં છીએ એટલે એક દિવસ ખરવાનું જ છે એ તો નક્કી જ છે ને? એટલે સતત એવું કંઈક કરતાં રહીએ કે જેથી આ જીવન “સાર્થક” બનતું રહે. કોને ખબર ક્યારે અચાનક ડાળ પરથી ખરી પડવાનો વારો આવી જાય!??….]
જિંદગીનું સત્ય કવિતામાં પ્રતિબિંબ થાય છે. કવિની ભાવના અને મર્મ સમજ્યા પ્રસ્યાત કોઈ લોભ ,મોહ કે લાલચ રહેતા નથી.