કાલની જ જાણે વાત છે, એમ ભુલાશે નહીં,
તાજી તાજી યાદ છે, એમ ભુલાશે નહીં,
કેવાં હેતથી અડ્યા’તા, તેં નાજૂક મારાં હોઠને,
ગુલાબી હજી એ છાપ છે, એમ ભુલાશે નહીં,
સહેજ ત્રાંસી કરીને, નજર નજર ને મળી’તી,
ત્યારથી દિલમાં ઘાવ છે, એમ ભુલાશે નહીં,
ચોરી કરી કરીને, યાદો ભેગી કરી’તી,
તારોય એમાં ભાગ છે, એમ ભુલાશે નહીં,
નાસી ના જાયે જલ્દી, તે આલિંગને ભરી’તી,
હાથમાં હજી એ માપ છે, એમ ભુલાશે નહીં,
ધીરજ મારી ખૂટે ને, ધીમો બહું તું “કાચબા”,
માથે હજી એ આળ છે, એમ ભુલાશે નહીં.
– ૨૩/૦૯/૨૦૨૧
[તારી વાતો, તારી યાદો, તારાં શબ્દો, તારી અદા, તારો અંદાજ… મારા માનસપટ પર જાણે “કોતરાઈ ગઈ છે“… ગમે તે થઈ જાય, પણ મારાથી એ ભુલી શકાશે નહીં…]
ખુબ સરસ રચના .👌👌👌👌👌
ખૂબ સરસ રચના.
premrasthi sarabor rachna