મોટી, નાનીને ગળે,
એ, એથી નાનીને, ગળે,
વ્યવસ્થા જ એવી કરી છે એણે,
માછલાં તો એનું પેટ ભરે,
ચકલાં, કીડીનાં, ચણ ચરે,
ગીધડાં, ચકલાને, ચણ કરે,
પડે એ, આખરેતો, માટીમાં,
કીટકા એનો ભોગ કરે.
ના, કોઈ, કોઈનેય, ના હણે,
અગ્નિ સૌ પેટમાં બળે,
ગબડાવ્યું છે જ એવું “કાચબા”,
ચકરડું એનું આમ ફરે.
– ૨૬/૧૦/૨૦૨૧
[કોઈ અહીંયા કોઈને હણતું (મારતું) નથી, બધાં પોતપોતાનું નિર્ધારિત કર્મ કરે છે. મોટી માછલી નાનીને ગળે.. એ આખી વ્યવસ્થા જ એક “માયા ચક્ર” છે. અને નિયતી એને સતત ફરતું રાખવા માટે કાર્યરત છે….]
ખૂબ સરસ રીતે જીવનચક્ર ને કવિતા ના રૂપમાં
પ્રસ્તુત કર્યું.
વાહ મસ્ત….. જીવન ચક્ર …..ની અદભૂત કવિતા
વાહ ખૂબ સુંદર વિચારો 👌🏻 જીવનનું ચક્ર ચાલ્યા કરે છે 👍🏻