એકાદ બે હોય તો જણાવું નેં,
વેઢાં પૂરતાં પડે તો ગણાવું ને,
જુઠ્ઠાણાની શાળામાં ગયોજ નથી,
ઊંઠાં આવડે તો ભણાવું નેં.
ઉપાડી કલમને શું કરશે તું?
શબ્દોમાં કહેવાય તો લખાવું નેં.
હું એકલો ને બે જ હાથ મારા,
એક પછી એક પતાવું નેં.
સહન કર્યા સિવાય છૂટકો નથી,
વૈદ બાહોશ મળે તો બતાવું નેં.
વેપાર ક્યારેય કરાય નહીં દર્દનો,
પણ મનનું વચન તો નિભાવું નેં?
ઘા છે “કાચબા”, શરમાવું શાને?
લાંછન હોય, તો છુપાવું નેં…. એકાદ બે હોય, તો…વેઢાં પૂરતાં પડે…
– ૦૨/૧૧/૨૦૨૧
[હું તને કઈ રીતે સમજાવું કે મને પોતાને જ મારી આ “પીડાનું કારણ” સમજાતું નથી, કયા શબ્દોમાં એનું વર્ણન કરું? સાચું કહું છું, મારો વિશ્વાસ કર, તું એમાં મને કોઈ જ મદદ નહીં કરી શકે…]
અદભુત…..
મારી પ્રતિક્રિયા આપવાના શબ્દો નથી, ટિપ્પણી કરવાની જગ્યા નથી.
વાહહ.. અદભુત રચના…
“જુઠ્ઠાણાની શાળામાં ગયો જ નથી,
ઊઠા આવડે તો ભણાવું ને..!” 👏👏👏
આપની દરેક રચના જબરદસ્ત હોઈ છે