સામે ચાલીને તારી પાસે આવ્યો છું,
બે આંખ ની શરમ રાખ,
આટલી અકડ શોભતી નથી તને.
મારી ફરિયાદો લઈને આવ્યો છું,
તારી, હમણાં, તારી પાસે રાખ,
આટલી અધીરાઈ શોભતી નથી તને.
ડૂમો ગળામાં ભરીને આવ્યો છું,
પાણી પૂછવાની ઔપચારિકતા રાખ,
આટલી ઉદ્ધતાઈ શોભતી નથી તને.
મારો ઘાંટો ઘેર મૂકીને આવ્યો છું,
તારા અવાજમાં પણ નરમાશ રાખ,
આટલી અસહિષ્ણુતા શોભતી નથી તને.
તારી આગળ માથું ઝુકાવતો આવ્યો છું.
હવે તો “કાચબા”, હાથ માથા પર રાખ,
આટલી નફ્ફટાઈ શોભતી નથી તને.
– ૧૬/૦૨/૨૦૨૧