પાણીમાં તું, રે઼ છે “કાચબા”,
મગરની સાથે વેર નહીં,
એની પર એ આવી ગ્યો તો,
જો જે તારી ખેર નહીં,
તાસીર એની એદી-મુંઝી,
હમણાં સુતો, હમણાં ખૂની,
કરવી એટલી મસ્તી કર, પણ,
જઈને એનાં ઘેર નહીં. … પાણીમાં૦
દેડકા ભેગો રમી શકે તું,
મચ્છી ભેગો તરી શકે તું,
છંછેડ્યો એને પાણીમાં,
એ થી ખૂંખાર શેર નહિ. … પાણીમાં૦
સ્વભાવ તારો હશે રમૂજી,
ભલભલાની પૂંછડી ખેંચી,
જીવ જો વ્હાલો હોય તો “કાચબા”,
કરજે હાથમાં ચેર નહીં. …પાણીમાં૦
– ૨૬/૧૦/૨૦૨૧
[પાણીમાં રહેવું હોય તો મગર સાથે વેર બંધાય નહીં, એ એનાં રસ્તે અને આપણે આપણા રસ્તે, એની સામે આડા ફાટીને એનો રસ્તો રોકીને એને ઉશ્કેરવાનું “દુઃસાહસ” કરાય નહીં….]
અત્યંત અર્થસભર રચના,દરેક પંક્તિ મોતી તુલ્ય.
ખૂબ ઉમદા શીખ…મગર સાથે વેર નહીં વાળી કહેવતનો ખૂબ સુંદર અર્થવિસ્તાર કર્યો 👍🏻